સુઈગામ તાલુકાના મોરવાડા ચાર રસ્તા નજીક ઈંગ્લીશ દારૂ ભરેલ સ્વીફ્ટ પલટી

સુઇગામ તાલુકાના મોરવાડા ચારરસ્તા નજીક મંગળવારે રાત્રે દારૂ ભરીને જતી એક સ્વીફ્ટ કાર રોડ ની સાઈડમાં પલટી ખાઇ ગયેલ,જેમાંથી ડ્રાયવર નાસી ગયેલ,સવારે સુઇગામ પોલીસ દ્વારા કબજો લઈ તલાશી લેતાં તેમાંથી 1240 નંગ ભારતીય બનાવટનો દારૂ તેમજ ગાડીમાંથી એક પીસ્ટલ અને 3 જીવતા કારટીસ મળી કુલ 339300 નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા ઈસમો વિરુદ્ધ પ્રોહી.તેમજ શસ્ત્ર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે રાત્રીના સમયે સુઇગામ થી રાધનપુર તરફ દારૂ ભરી જતી સ્વીફ્ટ ગાડી નં. GJ 24 AF 6445 મોરવાડા ચાર રસ્તા નજીક રોડની સાઈડમાં પલટી ખાઈ ગયેલ રોડની સાઈડની ઊંડી ચોકડીઓમાં પુરપાટ ગતિથી જતી સ્વીફ્ટ પલટી મારતા કારના ફુરચેફુરચા ઉડી ગયેલ, જેમાં ખીચોખીચ ભરેલ દારૂની પેટીઓમાંથી કાચની બોટલો તૂટી જતાં દારૂની રેલમછેલ થઈ ગઈ હતી, જોકે ગાડીનો ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

સુઇગામ પી.એસ.આઈ એચ.બી.પરમાર, હે.કો.નિયાઝખાન, હે.કો.તગજીભાઈ, પો.કો.ઈશ્વરભાઈ, બબાભાઈ, રાજેશભાઇ, ત્રિકમભાઈ સહિતના સ્ટાફ સાથે પલટી ખાધેલ કારનો કબજો લઈ સ્વીફ્ટ કારમાં તપાસ કરતાં તેમાંથી 1240 નંગ ભારતીય બનાવટનો દારૂ કી. રુ.1,24,000/-, તેમજ એક પીસ્ટલ અને 3 જીવતા કારટીસ કી. રૂ.15300/-સ્વીફ્ટ કાર કી. રૂ.2 લાખ મળી કુલ 339300/-નો મુદ્દામાલ કબજે લઈ સુઇગામ પો.સ્ટે. ગાડીના માલિક, ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન તેમજ શસ્ત્ર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ઘટનાની જાણ થતાં થરાદ ડી.વાય.એસ.પી.એસ.કે. વાળા એ પણ મોરવાડાની મુલાકાત લીધી હતી.

બુટલેગરો બેફામ ઓટોમેટિક હથિયારો સાથે દારૂની ખેપ છેક સુઇગામ તાલુકાના મોરવાડા નજીક દારૂથી ખીચોખીચ ભરેલી સ્વીફ્ટ ગાડી પલટી ખાઈ જાય પછી પોલીસ ને ખબર પડે, ત્યારે ખરેખર પોલીસની કામગીરી સામે અનેક સવાલો પેદા થાય છે.

રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં દારૂ ભરી ઘૂસતા વાહનો થરાદ, વાવ, સુઇગામ કે માવસરી પોલીસ સ્ટેશનની હદ માંથી ઘૂસપેઠ કરે, સાથે ઓટોમેટિક શસ્ત્ર-હથિયાર પણ હોય ત્યારે પોલીસ ચોકીઓ પર કેવી તપાસ થતી હશે એ સવાલો ઉઠી રહ્યા છે જોકે હવે દારૂની ખેપ મારતા બુટલેગરો પિસ્તોલ જેવાં હથિયારો પણ સાથે રાખે છે જે પોલીસ માટે પણ ચિંતાનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

-mail Bride Order of Combat - A Review of This Couple's Online Dating Experience

Fri Sep 18 , 2020
Mary Margaret (Diane Lane) is out on her own again after her wedding to Thomas Andrew, but this woman is concluded to make this work. An Unlikely Sublette Spencer is a 25-year-old male bride, once she understands that the big calling isn’t for her in fact. When this lady receives […]
Live Updates COVID-19 CASES