“પ્રાંતિજ પાલિકા કચરા પાલિકા” આરોગ્ય વિભાગ ઉઘતું ઝડપાયું

પ્રાંતિજ નગરપાલિકામાં કેટલાય સમયથી આરોગ્ય વિભાગના વાહનો બંધ હાલતમાં હોવાના કારણે નગરમાં ઠેરઠેર ગંદકીના ઠગલાં જોવા મળે છે. નગરપાલિકા ના મુખ્ય અધિકારી હેડ કવાર્ટર ઉપર રેહતા નથી. મુખ્ય અધિકારી તો એક દિવસ આવે છે અને એક દિવસ આવતા પણ નથી તેવી જનતાની ફરિયાદ છે.

લોકોના પ્રશ્ર્નો નિરાકરણ કરવા માટે નગર પાલિકાના પદાધિકારીઓને રજુઆત કરતાં પદાધિકારી પણ ખુલમખુલા મુખ્ય અધિકારીના મનસ્વી તુમાખી અને અભદ્ર વ્યવહાર થી નારાજ છે. આવા વર્તનથી પ્રાંતિજની પ્રજા, નગરપાલિકાના કર્મચારીઓ અને કાઉન્સિલયરો પણ પરેશાન છે. બોડીનું પણ કોઈ ઉપજતું નથી. તેવું એક સીનીયર કાઉન્સિલીયરનું જાહેર બરાડા પાડતા જોવા મળેલ છે.

એક્સપેરીમેન્ટલ હાઇસ્કુલ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પાણી પણ આવતું નથી. મુખ્ય અધિકારીને રજુઆત કરવા છતાં પેટનું પાણી હલતું નથી. કેટલી પ્રાથમિક સુવિધા ઓ માટે બિચારા કાઉન્સિલિયર ને ચીફ ઓફિસર માટે જવું પડે છે. કાઉન્સિલયર નું પ્રાથમિક સુવિધાનું પણ કામ થતું નથી.

નગરપાલિકા મુખ્ય અધિકારી ના વહીવટમાં પ્રાંતિજ નગરપાલિકાની આર્થીક સ્થિતિ કથડાઈ ગયેલી છે. ખાલી રૂપિયા 55 લાખનું લાઈટ બિલ પણ વિધુત બોર્ડમાં ચઠાવેલ છે.જેથી વિધુત બોર્ડ ગમે ત્યારે પ્રાંતિજ નગરપાલિકા નું લાઈટ બિલ ગમે ત્યારે કપાય તેવું સૂત્રો દ્વારા જણવા મળ્યું છે .

નગરપાલિકા ના એક સીનીયર કાઉન્સિલીયર રોજ બરાડા પાડે છે. નગરપાલિકાના વહીવટ મનસ્વી રીતે રાજય સરકાર સૂચના ઓ વિરોધમાં મુખ્ય અધિકારી નગરપાલિકાના બાંધકામની પરવાનગી પણ ઓફ લાઇન મળવા પાત્ર હોવા છતાં નગરના વિકાસમાં માઠી અસર થાય તે રીતે પરેશાન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકાના બગીચાના બેહાલ

Sat Sep 12 , 2020
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકા સંચાલિત બગીચો બેહાલ થયા છે ત્યારે હાલતો બગીચા ની આવી દૂરદશા જોઇને નગરજનો માં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ નગરના હાર્ડ સમાન નગરપાલિકા સંચાલિત શેઠ પી. એન્ડ આર. હાઇસ્કુલ ખાતે આવેલ કરોડના ખર્ચે અદ્યતન બનાવેલ બગીચો હાલ યોગ્ય જાળવી […]
Live Updates COVID-19 CASES