શ્રીલંકામાં મહિંદા રાજપક્ષે બન્યા ચોથીવાર વડાપ્રધાન

કોલમ્બો: મહિંદા રાજપક્ષે ચોથી વખત શ્રીલંકાના વડાપ્રધાન બન્યા છે. રાજધાની કોલમ્બોના ઐતિહાસિક રાજમહા વિચાર્યા બૌદ્ધ મંદિરમાં 74 વર્ષીય મહિંદાએ શપથ ગ્રહણ કર્યા. મહિંદા રાજપક્ષેને શપથ રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ લેવડાવ્યા. રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે તેમના નાનાભાઈ છે. આમ તો મહિંદા પોતે પણ પહેલા રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. શપથ પછી રાષ્ટ્રપતિ ગોતબાયાએ તેમના વડાપ્રધાન ભાઈના ચરણસ્પર્શ પણ કર્યા હતા અને પછી બન્ને ભેટ્યા હતા. શ્રીલંકામાં પાંચ ઓગસ્ટે સંસદીય ચૂંટણી યોજાઈ હતી. રાજપક્ષે ભાઈઓની SLPPએ 225 માંથી 145 બેઠકો જીતી હતી. તેમની સહયોગી પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી.


મહિંદાની સત્તા પર મજબૂત પક્કડ
ગત વર્ષે નવેમ્બરની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગોતબાયાએ એકતરફી જીત મેળવી હતી. હવે સંસદીય ચૂંટણીમાં પણ તેમને ભારે બહુમતી મળી છે. તેમની પાર્ટીએ ચૂંટણી પહેલા કહ્યું હતું કે, જો બે તૃતીયાંશ બહુમતી મળશે તો બંધારણમાં 20મો સુધારો કરીને રાષ્ટ્રપતિના અધિકાર વધારવામાં આવશે. મહિંદાએ આ ચૂંટણીમાં તેમની સીટ પર 5 લાખથી વધું વોટ સાથે જીત નોંધાવી છે. આ શ્રીલંકાના ઈતિહાસમાં કોઈ પણ ઉમેદવારની સૌથી મોટી જીત છે.


બૌદ્ધ મંદિરમાં શપથ કેમ?
મહિંદાએ ચૂંટણી પ્રચાર દરમિયાન જ સ્પષ્ટ કરી દીધું હતું કે જો તેમની પાર્ટી અને તેઓ પોતે ચૂંટણી જીતશે અને વડાપ્રધાન બનશે તો રાજમાહા વિચાર્યા બૌદ્ધ મંદિરમાં શપથ ગ્રહણ કરશે. શ્રીલંકાના 70 ટકા લોકો બૌદ્ધ ધર્મને માને છે. માનવામાં આવી રહ્યું છે કે આ મતદાતાઓને લોભાવવા માટે મહિંદાએ આ પ્રકારનો વાયદો કર્યો હતો. હવે તેને પુરો પણ કર્યો છે.


ચીને કહ્યું- અમે ખુશ છીએ
શ્રીલંકાના ચૂંટણી પરિણામો અને રાજપક્ષે બ્રધર્સની પાર્ટી SLPPની જીતથી ચીન ખુશ છે. ચીનના વિદેશ મંત્રાલયે શનિવારે જાહેરમાં આ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, અમે શ્રીલંકાના ચૂંટણી પરિણામથી ખુશ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોરોના મહામારી­: ન્યૂઝીલેન્ડમાં 100 દિવસથી નોંધાયો નથી કોઈ કેસ

Sun Aug 9 , 2020
વિશ્વમાં કોરોનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 1 કરોડ 98 લાખ 3 હજાર 3 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 1 કરોડ 27 લાખ 20 હજાર 568 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 7 લાખ 29 હજાર 568ના મોત થયા છે. ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસથી એક પણ કેસ નથી ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસથી […]
Live Updates COVID-19 CASES