Jio યુઝર્સ માટે માઠા સમાચાર, આ બે સસ્તા પ્લાન કર્યા બંધ

અત્યાર સુધી કંપની યુઝર્સને રૂ.49ના પ્લાનમાં 14 દિવસની વેલિડિટીઅને 2GB ડેટા આપતી હતી . અને Jio ટૂ Jio નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપતી હતી. જયારે રૂ.69 ના પ્લાનમાં 14 દિવસની વેલિડિટી અને 7GB ડેટા આપતી હતી.

ટેક્નોલોજી ડેસ્ક: : રિલાયન્સ જિયો કંપનીએ તેના બે સસ્તા પ્રી પેડ પ્લાન બંધ કર્યા છે. કંપનીએ રૂ.49 અને રૂ.69 રૂપિયાવાળા બે પ્લાનને પોતાના લિસ્ટમાંથી બહાર કર્યા છે . જોકે આ બંને પ્લાન્સ જિયો ફોન યૂઝર્સ માટે હતા.હવે Jio યુઝર્સને સસ્તો પ્લાન લેવા માટે રૂ.75 ખર્ચવા પડશે, જેમાં કંપની જિયો એપ્સના સબ્સ્ક્રિપ્શન સાથે ડેઇલી 500MB ડેટા અને 28 દિવસની વેલિડિટી આપે છે. આ ઉપરાંત Jio ટૂ Jio નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ અને Jio ટૂ અધર્સ નેટવર્ક પર 500 મિનિટની સર્વિસ આપે છે. સાથે સાથે પ્લાનમાં 50 એસએમએસ પણ સામેલ છે.

અન્ય કંપનીના સસ્તા પ્લાન્સ પર એક નઝર

Airtel

એરટેલનો સૌથી સસ્તો પ્લાન 19 રૂપિયાનો છે. જેમાં કોઈપણ નેટવર્ક પર કોલિંગની સાથે 200 એમબી ડેટા પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી બે દિવસની છે.

Vodafone

વોડાફોનનો 19 રૂપિયાવાળો પ્લાન 2 દિવસની વેલિડિટી સાથે આવે છે. જેમાં 200 એમબી ડેટા મળે છે. આ ઉપરાંત તેમાં વોડાફોન પ્લે અને ઝી5નું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાબરકાંઠા: પ્રાંતિજ નગરપાલિકામાં એકલવ્ય ફાઉન્ડેશન તથા વિરોધપક્ષના કોર્પોરેટર દ્વારા ટેમ્પરેચર ગન ભેટ કરવામાં આવી

Mon Jul 20 , 2020
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના પ્રાંતિજ એકલવ્ય ફાઉન્ડેશન તથા નગરપાલિકાના મહિલા કોર્પોરેટર દ્વારા હાલ કોરોનાની મહામારીને લઈને આરોગ્ય લક્ષી સેવા આપતા સફાઈ કામદારોની ચિંતા કરી ટેમ્પરેચર ગન પાલિકાના આરોગ્ય વિભાગમાં આપવામાં આવી. પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશનના ડાયરેક્ટર હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ તથા પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર-૪ ના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ દ્વારા […]
Live Updates COVID-19 CASES