ખાખી વર્દીની આડમાં ગેરવર્તણૂંક નહી ચલાવી લેવાની પોલીસ વડાની ચીમકી

કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનના અસરકારક અમલીકરણ માટે પોલીસતંત્ર સઘન પ્રયાસ કરી રહ્યુ છે. જેમાં પોલીસકર્મીઓને સંવેદનશીલ રહીને ફરજ બજાવવા રાજ્ય પોલીસ વડાએ કડક સૂચના આપી છે. ત્યારે, નાગરિકોને પણ સંવેદનશીલ બનીને સહકાર આપવાની અપીલ કરી છે. વર્દીની આડમાં કરવામાં આવતી ગેરવર્તણૂક નહી ચલાવી લેવાની પોલીસને પણ ચીમકી આપી છે. હોસ્પિટલોમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ અને તાજેતરમાં જ કોરોનામાંથી સ્વસ્થ થયેલા કે આરોગ્ય પરીક્ષણ બાદ ક્વૉરન્ટાઇનમાંથી મુક્તિ મેળવનારા નાગરિકોને તેમના પાડોશીઓ દ્વારા ભેદભાવપૂર્ણ વર્તન કરાતું હોવાની અને મકાન ખાલી કરવા માટે ફરજ પાડવામાં આવતી હોવાની ફરિયાદો ચલાવી લેવાની ખાતરી આપી છે. જરૂર પડ્યે તેમને પોલીસ બંદોબસ્ત આપવાની ખાતરી પણ તેમણે આપી હતી.


સસ્તા અનાજની દુકાનો પર પણ ગોઠવાશે બંદોબસ્ત
રાજ્ય પોલીસ વડાએ વધુમાં નિયત ભાવ કરતાં વધારે ભાવ લેનારા વેપારીઓ સામે તેમજ મજૂરો અને કામદારોને નોકરી છોડી જવા માટે ફરજ પાડનારાં ઉદ્યોગગૃહો સામે પણ પોલીસતંત્ર દ્વારા કડક પગલાં લેવાની પણ ચીમકી આપી છે. રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર શરૂ કરવામાં આવનાર અનાજ વિતરણની વ્યવસ્થા માટે દુકાનો પર પોલીસ બંદોબસ્ત અને મોબાઇલ વાન દ્વારા પેટ્રોલિંગ કરાશે.

સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેરવનાર સામે વૉચ
લોકડાઉનના પાલન માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ત્યારે, આજે લોકડાઉનનું પાલન નહીં કરવાના 110 જેટલા ગુના નોંધાયા છે. જેમાં 307 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં, CCTV ફૂટેજના આધારે 12 ગુના નોંધાયા છે અને 31 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ વડાએ સોશિયલ મીડિયા પર કોરોનાની અફવાઓ અને ખોટા મેસેજ ફેલાવનારા સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. પોલીસ દ્વારા મિડિયા મોનિટરિંગ સેલ દ્વારા સોશિયલ મીડિયા ટ્રાફિક પર વોચ રાખવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું. રાજ્યમાં આજદિન સુધીમાં જાહેરનામા ભંગના કુલ 1034 ગુના, ક્વૉરન્ટાઇન ભંગના 357 ગુના અને અન્ય 33 ગુના સહિત કુલ 1424 ગુના નોંધાયા છે અને 2572 આરોપીઓની અટકાયત કરવામાં છે. જ્યારે, 6884 વાહનો જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી રાજ્ય પોલીસ વડાએ મીડિયા બ્રિફીંગમાં આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાજ્ય સરકાર ૩.રપ કરોડ લોકોને મફત રાશન પુરુ પાડશેઃ સચીવ અશ્વિનીકુમાર

Wed Apr 1 , 2020
રાજ્યમાં કોરોના વાયરસને લઇને લોકડાઉનની સ્થિતિ છે ત્યારે, સામાન્ય અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે અને ભુખ્યા રહેવાની પરિસ્થિતિ ન સર્જાય તે માટે રાજ્ય સરકારે ગરીબો, અંત્યોદય પરિવારો, નિરાધારોને વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતનો અમલ 1લી એપ્રીલથી રાજ્યમાં કરવામાં આવશે. જેમાં રાજ્યના અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા […]
Live Updates COVID-19 CASES