પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકાના બગીચાના બેહાલ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકા સંચાલિત બગીચો બેહાલ થયા છે ત્યારે હાલતો બગીચા ની આવી દૂરદશા જોઇને નગરજનો માં રોષ જોવા મળી રહ્યો છે.


પ્રાંતિજ નગરના હાર્ડ સમાન નગરપાલિકા સંચાલિત શેઠ પી. એન્ડ આર. હાઇસ્કુલ ખાતે આવેલ કરોડના ખર્ચે અદ્યતન બનાવેલ બગીચો હાલ યોગ્ય જાળવી અને સાચવણીના અભાવે બેહાલ થયો છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બગીચામાં એરંડા આકળા ઉગી નિકળ્યા છે.

અહીં આવતા નગરજનોમાં બગીચાની આવી દૂરદશા જોઇને રોષ જોવા મળ્યો છે તો નગરપાલિકાના મહિલા કોર્પોરેટ અને બગીચા સમિતિના ચેરમેન રબારી મોજીબેનના પતિ લલ્લુભાઇ રબારીએ જણાવ્યુ કે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બગીચા પેટે કોઇ સહાયના આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.

મશીનરી તથા બગીચા મા પોતે પોતાના પૈસા ખર્ચ કરી દવા લાવ્યા હતા તો હાલતો બગીચાની અંદર જાળવણીના અભાવે અંદર આકરાં અને એરંડા તથા મોટું મોટુ ધાસ થઇ ગયું છે. બાળકો ને રમવા માટે ના સાધનો પણ ટુટી ગયા છે. નીચે પડી ગયા છે લાઇટો પણ બંધ હાલતમાં છે. બગીચામાં મચ્છર જન્ય જીવ જંતુઓ નું ઘર થઈ ગયું છે.

આમ જોવા જઈએ તો બગીચાનો નકશો જ બદલાઈ ગયો છે અને બેઠક કુટીરના સેડના પતરા તથા ફુવારા પણ ટુટી ગયા છે તો બીજીબાજુ અહીં કામ કરતા કર્મચારીઓ પણ જણાવી રહ્યા છે કે અમે ધાસ કાપવા માટે મશીન માટે ચીફ ઓફિસરને લેખિતમાં જાણકરી છે. ધાસ માટે દવા છટવા માટે પણ કહ્યું છે પણ દવા લાઇ આપવામા કે ધ્યાને લેવામાં આવતું નથી.

બીજી બાજુ બગીચાના કર્મચારીઓ જણાવી રહ્યા છે કે અમારો પણ છેલ્લા ત્રણ મહિનાથી પગાર પણ થયો નથી અને અમારે પણ ધર કેવી રીતે ચલાવવું તો હાલતો પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફીસર આકાશ પટેલની હિટલર શાહીને લઈને બે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બગીચાનો નકશોજ બદલાઈ ગયો છે અને આકરાં એરંડા ઉગી નિકળતા બે હાલ બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રસ્તાઓની દૂરદશા: નેશનલ હાઈવે 8 પર ફોરચ્યુન કારે ખાધી પલ્ટી, કોઈ જાનહાનિ નહીં

Sat Sep 12 , 2020
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ હિંમતનગર તરફથી આવતી ફુલફાસ્ટ ફોરચ્યુન કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમવતા કાર રોડ ના વચ્ચે આવેલ ડિવાઇનર ચડી રોડ ની રોંગસાઇડ માં જઇ રોડ ઉપર ત્રણ પલ્ટી ખાઇ જતા કારમાં સવાર પાંચ ને ઇજાઓ પોહચી હતી. પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ રાંધીયા વડ પાસે હિંમતનગર […]
Live Updates COVID-19 CASES