કોરોના અંગે સારા સમાચાર, હવે AIIMSમાં માણસો પર શરૂ થશે વેક્સિનનો ટ્રાયલ

1

નવી દિલ્હીઃ કોરોના કાળમાં એક સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના વેક્સિનની માણસો પર ટ્રાયલ કરવાની પરમીશન મળી ગઇ છે. દિલ્હીની એઇમ્સ દેશની ત્રીજી સૌથી મોટી સંસ્થા છે, અને અહીં હવે માણસો પર કોરોના વેક્સિનના ટ્રાયલની મંજૂરી મળી ગઇ છે. આ પહેલા પટના એઇમ્સ અને પીજીઆઇ રોહતકમાં આવી બની ચૂક્યુ છે. રિપોર્ટ પ્રમાણે, દેશમાં વિકસિત કોરોના વાયરસની રસીના પ્રથમ તબક્કાનું ટ્રાયલ દિલ્હી એઇમ્સમાં થશે. પ્રથમ તબક્કામાં 375 લોકો પર પરીક્ષણ કરવામાં આવશે, જેમાંથી 100 લોકો પર એઇમ્સમાં થઈ શકે છે.

એઇમ્સમાં સેન્ટર ફોર કૉમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડો. સંજય રાયે જણાવ્યું, કોવેક્સિનના માનવ પરીક્ષણ શરૂ કરવાની મંજૂરી દરેક વ્યકિતના સ્વાસ્થ્યની તપાસ કર્યા બાદ સોમવારથી રસીનું પરીક્ષણ કરાશે.

આપવામાં આવી છે. દિલ્હીની એઇમ્સની એથિક્સ કમિટીએ કોરોનાના હ્યૂમન ટ્રાયલને મંજૂરી આપી છે. કંપનીની તૈયારી માર્ચ સુધીમાં માનવ પરીક્ષણ પૂરું કરવાની છે. સફળતા મળ્યા બાદ 100 મિલિયન ડોઝ બનાવવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 10 લાખ 77 હજાર 618 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 26,816 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 6 લાખ 77 હજાર લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 હજાર 902 નવા કેસ સામે આવ્યા છે અને 543 મોત થયા છે.

One thought on “કોરોના અંગે સારા સમાચાર, હવે AIIMSમાં માણસો પર શરૂ થશે વેક્સિનનો ટ્રાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભારતમાં TikTok પર પ્રતિબંધ લદાતા જ આ લોકો થયા નવરાં, કરી રહ્યાં હતા લાખોની કમાણી

Sun Jul 19 , 2020
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદી મામલે તણાવ વધતા ભારતે મોટી એક્શન લીધી છે. ભારત સરકારે ભારતમાં ચાલતી 59 ચીન એપ્સ પર રાતોરાત પ્રતિબંધ લગાડી દીધો અને આની સીધી અસર ચીની સાથે સાથે કેટલાક લોકોને આર્થિક રીતે થવા લાગી છે. આમાં ખાસ કરીને ટિકટૉકને લઇને કેટલાક લોકોની આવક પર […]
Live Updates COVID-19 CASES