લોકડાઉનમાં કાયદો વ્યવસ્થાનું સખ્તાઇથી પાલન કરાવતી ગુજરાત પોલીસ

કોરોના વાયરસના સંક્રમણને રાજ્યમાં ફેલાતું અટકાવવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં તંત્રને સહાયતા કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અનુરોધ કર્યો છે. લોકોને જાગૃત કરવા પોલીસ દ્વારા માઈક અને સ્પીકરના માધ્યમથી ઘરમાં જ રહેવાની સતત અપીલ કરાઈ રહી છે. લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને વધુને વધુ મદદ કરવાની ભાવના સાથે ગુજરાત પોલીસ મક્કમતાથી સંવેદનશીલતાથી ફરજ બજાવે તેવી સૂચના પણ આપવામાં આવી છે.
વૃદ્ધો અને મહિલાઓ પોલીસ હેલ્પલાઇન પર માંગે મદદ
લોકડાઉનની સ્થિતિમાં પણ એક-બે ટામેટાના બહાના હેઠળ બહાર ફરતા તેમ જ કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર યુવાનો સામે કડક કાર્યવાહી કરીને વાહન પણ જપ્ત કરવામાં આવશે. શહેરમાં એકલા રહેતા વૃદ્ધજનોને તેમજ મહિલાઓ કોઈ પણ સમયે મદદ માટે પોલીસની હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા પોલીસ વડાએ જણાવ્યું છે. રાજ્યના કરિયાણાના વેપારીઓ પણ ગ્રાહકોને ટોકન આપવાની વ્યવસ્થા કરી અથવા ખરીદી વખતે બે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તેવું સૂચન કર્યું હતુ.
૨,૫૩૯ વ્યક્તિઓની કરાઇ છે અટકાયત
પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૯૮૩ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૩૯૪ તેમજ અન્ય ૪૦ મળી કુલ ૧,૪૧૭ ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૨,૫૩૯ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૬,૧૦૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ આજદિન સુધીના ૮,૭૭૩ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાજ્યમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની અછત સર્જાશે નહીઃ સચીવ અશ્વિનીકુમાર

Wed Apr 1 , 2020
રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સરળતાએ મળી રહે તે માટે ફેરિયાઓ, નાના વેપારીઓ, આવશ્યક સેવાના શ્રમિક કર્મીઓ સહિત ૧.પ૯ લાખ વ્યકિતઓ માટે પાસ સંબંધિત સ્થાનિક તંત્ર વહિવટી તંત્ર તરફથી ઇસ્યુ કરવામાં આવ્યા છે. વિશ્વવ્યાપી આ મહામારી સામે લડવા માટે જરૂરી ફંડ ઊભું કરવા મુખ્યમંત્રી રાહતનિધિમાં જનતા જનાર્દનને […]
Live Updates COVID-19 CASES