લોકડાઉનનો ભંગ કરી બહાર ટહેલનારા લોકો સામે લેવાશે આકરાં પગલાંઃ DGP ની ચીમકી

કોરોના વાઈરસના લીધે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે, અનાવશ્યક રીતે ફરવા નિકળનારા લોકો સામે આજે ડીજીપીએ લાલ આંખ કરી છે. રાજ્ય પોલીસ વડાએ કડક વલણ અપનાવતાં જણાવ્યું હતુ કે, કોઇ આવશ્યકતા વગર ઘરની બહાર નીકળનારા સામે ગુનો દાખલ કરવામાં આવશે. જાહેરનામાંના ભંગ બદલ કાનુની કાર્યવાહી કરાશે. જે ભવિષ્યમાં યુવાનોને મુશ્કેલી સર્જી શકે છે તેમજ પાસપોર્ટ જેવા જરૂરી દસ્તાવેજ તૈયાર કરવા દરમિયાન મુશ્કેલી ઉભી કરશે. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ લટાર મારવા નિકળનારા યુવાનોને લઇને આ ચિમકી ઉચ્ચારી છે.
લોકડાઉન દરમિયાન ફરવા નિકળ્યા તો ખતેર નથીઃ પોલીસ વડા
રાજ્ય પોલીસ વડાએ લોકડાઉનનો ભંગ કરનાર આવા યુવાનો સામે ગુનો નોંધી પોલીસ કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો છે. યુવાનોની સામે જો ગુનો નોંધાશે તો તેમના ઉચ્ચ અભ્યાસ, વિદેશ પ્રવાસ અને ઉજ્જવળ કારકિર્દી જોખમાશે. યુવાનોના ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું ગણીને તેમનો પાસપોર્ટ પણ કેન્સલ થઈ શકે તેમ છે. પોલીસ વડાની આ ચિમકી રાજ્યમાં યુવાનોના બિનજરૂરી ફરવા નિકળતાં હોવાના બનાવોને ધ્યાનમાં રાખીને આપી છે.
જાહેરનામાંનો ભંગ કરનાર વાહનો જપ્ત કરી ગુનો નોંધાશે
ગુજરાતમાં લોકડાઉન દરમિયાન જાહેરનામા ભંગના 608 અને હોમ કવોરેન્ટાઈન ભંગના 392 મળી કુલ 1000 ગુનાઓ નોંધાયા છે. સમગ્ર લોકડાઉન દરમિયાન વિવિધ રીતે જાહેરનામાનો ભંગ કરવા બદલ કુલ 3857 વ્યક્તિઓની અટકાયત અને 3365 વાહનોને ગુજરાત પોલીસે જપ્ત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોરોના કહેરમાં સંક્રમિત અર્થવ્યવસ્થાને સક્ષમ કરવા દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલાંની આવશ્યકતા

Wed Apr 1 , 2020
કોરોના કહેરના કારણે ચીન સહિત સમગ્ર વિશ્વ ભારત પર મીટ માંડી રહ્યુ છે. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, ઈટલી, જર્મની કોરોના વાયરસને નાથવામાં અસફળ થઇ રહ્યા છે. ત્યારે, વિકાસશીલ બેનર ધરાવતાં ભારતનું પ્રદર્શન ખુબ સારુ જોવા મળી રહ્યુ છે. ચીનના કારણે વિશ્વના દેશો અત્યારે કોરોના વાયરસના ભરડામાં લપેટાયેલા છે. આ ડ્રેગન […]
Live Updates COVID-19 CASES