કોરોના પેકેજઃ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં 3.20 લાખ વિદ્યાર્થીઓને કરશે આર્થિક સહાય

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે તમામ શાળા અને કોલેજમાં વેકેશન જાહેર કરી દીધા છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષા સિવાયની શાળાકીય પરીક્ષામાં પણ માસ પ્રમોશન આપીને વિદ્યાર્થીઓને ઉપલા ધોરણમાં બઢતી આપવા આદેશ કર્યા છે. ત્યારે, હવે સામાજીક ન્યાય અધિકારીતા અને આદિજાતિ વિભાગ સંચાલિત છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકારે માસિક 1500 રૂપિયા માસિક ભથ્થુ આપવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓને આ રકમ તેમના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવા સરકારે નિર્ણય કર્યો છે. લોકડાઉનની આ સ્થિતિમાં આર્થિક અને સામાજિક રીતે કચડાયેલા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ માટે સહાયરૂપ થવા સરકારે 48 કરોડની રકમ ફાળવી છે.
રાજ્યના 3.20 લાખ વિદ્યાર્થીઓને મળશે સહાય
આ રકમ ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગ હેઠળના સરકારી છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત ચાલતી ગાન્ટ-ઇન- એઇડ છાત્રાલયો, આશ્રમશાળાઓ, એકલવ્ય શાળાઓ તેમજ અન્ય નિવાસી સવલતો ધરાવતા શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળના દિવ્યાંગો માટેની સંસ્થાઓ અને બાળ સંભાળ ગૃહો વિગેરે સંસ્થાઓના અંદાજે ૩.20 લાખ વિદ્યાર્થી, દિવ્યાંગો અને નિરાધાર વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.
સામાજિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને 1500ની સહાય આપશે સરકાર
કોરોના વાયરસને ફેલાતો રોકવા સમગ્ર દેશમાં એકવીસ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. તેના પરિણામે દેશભરના ધંધા વ્યવસાય અને શૈક્ષણિક, આર્થિક, વ્યવસાયિક સંસાધનો ઠપ્પ થઇ ગયા છે. લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે, ત્યારે, આ કારણે સામાજિક અને આર્થિક રીતે કચડાયેલા વર્ગના સંસ્થાઓમાં રહી અભ્યાસરત વિદ્યાર્થીઓને એક માસ માટે 1500 રૂપિયા લેખે ડાયરેક્ટ ટુ બેંક ટ્રાન્સફર કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોરોના ઇફેક્ટઃ રાજ્ય સરકારે જેલોમાં બંધ કેદીઓને છોડવાનો કર્યો નિર્ણય

Wed Apr 1 , 2020
રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન છે. સમગ્ર તંત્ર કોરોના સંક્રમણને નાથવામાં લાગેલું છે. ત્યારે, રાજ્ય સરકાર લોકોના હિતલક્ષી કેટલાક નિર્ણયો કરી રહી છે. જેમાં આજે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કેદીઓને જામીન આપવાનો અને ખેડૂતોને વિવિધ કામો અંતર્ગત લોકડાઉનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના ખેડૂતોને લોકડાઉનમાં આંશિક મુક્તિ રાજ્યના […]
Live Updates COVID-19 CASES