કોરોના કહેરમાં સંક્રમિત અર્થવ્યવસ્થાને સક્ષમ કરવા દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલાંની આવશ્યકતા

કોરોના કહેરના કારણે ચીન સહિત સમગ્ર વિશ્વ ભારત પર મીટ માંડી રહ્યુ છે. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, ઈટલી, જર્મની કોરોના વાયરસને નાથવામાં અસફળ થઇ રહ્યા છે. ત્યારે, વિકાસશીલ બેનર ધરાવતાં ભારતનું પ્રદર્શન ખુબ સારુ જોવા મળી રહ્યુ છે. ચીનના કારણે વિશ્વના દેશો અત્યારે કોરોના વાયરસના ભરડામાં લપેટાયેલા છે. આ ડ્રેગન કોરોનાએ વિશ્વના અંદાજીત એક મિલિયન લોકોને પોતાની લપેટમાં લીધા છે. વિશ્વનું અર્થતંત્ર પણ છિન્ન ભિન્ન થઇ ગયુ છે. કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં દર 17 મિનિટે એક મોત કોરોના વાયરસના કારણે થઇ રહ્યુ છે. હાલના તબક્કે સમગ્ર વિશ્વ બાનમાં લેવાયું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.
વિશ્વભરમાં 6.14 લાખ લોકો થયા સંક્રમિત
તાજા આંકડા પ્રમાણે જોવામાં આવે તો, આજદિન સુધીમાં વિશ્વમાં 6.14 લાખથી વધુ કોરોના કેસ નોધાયા છે અને 28 હજારથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ભારતમાં કોરોના વાયરસના 873 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, 20 લોકો કોરોનાથી મોત થયા છે. જોકે, અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારતમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ કાબુમાં છે. અમેરિકા, ચીન અને ઇટાલી જેવા દેશોમાં કોરોના વાયરસના ભરડામાં છે. ત્યારે, વિશ્વમાં બીજા નંબરની જનસંખ્યા ધરાવતો દેશ ભારતમાં કોરોના પોઝિટિવનો આંકડો રાહત આપનારો હોવા છતાં તેની સંખ્યામાં થતો વધારો ચિંતાજનક પણ છે.
ભારત કોરોના સામે લડવા સક્ષમ હોવાનો દાવો
દેશમાં પ્રથમ કોરોના વાયરસ પોઝિટિવ કેસ મળ્યો ત્યારે, દેશમાં લેવા જરૂરી પ્રિક્યૂશન મેડિકલ રેમેડિઝ એસ્ટાબ્લિશ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું. જ્યારે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતી તો પણ કોઇજાતની પરવા કે તકેદારી લીધા વિના નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ કર્યા અને સેંકડોની સંખ્યામાં લોકોને એકત્ર કર્યા. આ ઉપરાંત દેશમાંથી મેડિકલ ઉપકરણ અને પર્સનલ પ્રોટેક્શન મેડિકલ ઇક્વિપમેન્ટની નિકાસ થતી રહી. પરંતું, ભારતમાં 21 દિવસના લોકડાઉનના પગલાંના કારણે દેશમાં કોરોના સંક્રમણનો ફેલાવો ઘણા અંશે કાબુમાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ભારત પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત પાસે કોરોના સામે લડવાની સક્ષમતા છે.
લોકડાઉનના કારણે અનેક સમસ્યા ઉદ્ભવી
દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકારે 21 દિવસનું લોકડાઉન તો જાહેર કરી દીધુ છે. પરંતું, અધુરી તૈયારી અને આયોજનના અભાવે ઘણી મુશ્કેલી પણ લોકો વેઠી રહ્યા છે. દિનપ્રતિદિન નવા નવા સુધારા અને આદેશો જાહેર કરવામાં આવી રહ્યા છે. લોકો પર પોલીસ પણ અમાનુસી ત્રાસ ગુજારતાં હોવાની તસ્વીરો વાઇરલ થઇ રહી છે. જીવનજરૂરી ચીજોના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. નફાખોરો અને કાળા બજારીયાઓને ઘી કેળાં પણ થઇ રહ્યા છે. ત્યારે, જીવનજરૂરી વસ્તુઓ, માસ્ક, દવાઓ, સેનેટાઈઝર વગેરેના ભાવતાલ કિંમતો નક્કી કરી તેનો અમલ ફરજિયાત કરાવવાની માંગ ઉઠી રહી છે. પરપ્રાતીઓ, આદિવાસીઓ પરિવારજનો સાથે જે રીતે વતનની વાટ પકડી રહ્યા છે. સરકારના આદેશનું પાલન ન કરતાં નીકળી પડતા લોકોના કારણે કોરોના સંક્રમિત થનારા વધી જશે તેવી શંકા જાય કે શું ?
દિશાહિન સરકાર પાસે રોડમેપનો અભાવ
ભારતની સંક્રમિત અર્થવ્યવસ્થાને કોરોના વાયરસના કારણે કોમામાં જઇ શકે તો નવાઇ નહી. કારણ કે, એકવીસ દિવસના લાંબા લોકડાઉન બાદની સ્થિતિ કે પગલાં શું હોઇ શકે તેનો સરકાર પાસે સ્પષ્ટ રોડમેપ હોય તેવું લાગતું નથી. સરકાર ઘણી વખત સ્થિતિને ગંભીરતાથી લેવાના બદલે પોલીટિકલ માઇલેઝ આપવામાં માહેર છે. કોરોના વાયરસના કહેરમાંથી મુક્તિ લેવાના નિશ્ચિત અને દિર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલાંનો અભાવ નજરે ચડી જાય છે. જેના કારણે લોકોમાં ઘણા અંશે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. વિશાળ જનસમર્થન થકી જે લોકડાઉન સાર્થક કરવાનું છે તેમાં, સામૂહિક માધ્યમો, સોશિઅલ મીડિયા અને રાજકીય પાર્ટીઓનું પણ સમર્થન છે. ત્યારે, સરકારે નીજી સ્વાર્થના બદલે રાષ્ટ્રીય હિતને સર્વોપરી બનાવનારાં પગલાં લઇ વિશ્વમાં ભારતની મિશાલ કાયમ કરવાની આવશ્યકતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોરોના પેકેજઃ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં 3.20 લાખ વિદ્યાર્થીઓને કરશે આર્થિક સહાય

Wed Apr 1 , 2020
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે તમામ શાળા અને કોલેજમાં વેકેશન જાહેર કરી દીધા છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષા સિવાયની શાળાકીય પરીક્ષામાં પણ માસ પ્રમોશન આપીને વિદ્યાર્થીઓને ઉપલા ધોરણમાં બઢતી આપવા આદેશ કર્યા છે. ત્યારે, હવે સામાજીક ન્યાય અધિકારીતા અને આદિજાતિ વિભાગ સંચાલિત છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતાં હોય તેવા […]
Live Updates COVID-19 CASES