કોરોના ઇફેક્ટઃ રાજ્ય સરકારે જેલોમાં બંધ કેદીઓને છોડવાનો કર્યો નિર્ણય

રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન છે. સમગ્ર તંત્ર કોરોના સંક્રમણને નાથવામાં લાગેલું છે. ત્યારે, રાજ્ય સરકાર લોકોના હિતલક્ષી કેટલાક નિર્ણયો કરી રહી છે. જેમાં આજે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કેદીઓને જામીન આપવાનો અને ખેડૂતોને વિવિધ કામો અંતર્ગત લોકડાઉનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે.
રાજ્યના ખેડૂતોને લોકડાઉનમાં આંશિક મુક્તિ
રાજ્યના ખેડૂતોને લોકડાઉનની પરિસ્થિતિમાં પડતી મુશ્કેલી નિવારવા માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. જેના કારણે હવે રવિ પાકના સમયમાં ખેડુતોને પાક લેવામાં આવશ્યક હાર્વેસ્ટર, થ્રેસર, રીપર, સાધનોના માલિક, ડ્રાઇવર, મજૂરો વગેરેને આ હેતુસર લોકડાઉનમાં અવરજવરની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતરથી ઘર કે ગોડાઉન સુધી આવન જાવનની છુટ આપવામાં આવી છે. બાગાયત પાકો અને ઉનાળુ પાકના મર્યાદિત વિસ્તારોમાં પીયત અને પાક જાળવણી માટે જે તે ખેતરના ખેડુતોને અવરજવરની છૂટ આપી છે. ખેતરમાં ખેડૂતોને રાત્રિ વીજળી પુરવઠાના દિવસો દરમિયાન ખેતરે અવર જવર કરવાની પણ છુટ આપવામાં આવી છે. ફળ અને શાકભાજીના ખેડુતોના ઉત્પાદન જલ્દી નાશ પામતાં હોઈ તે પણ માર્કેટમાં નિર્ધારિત સમયે લઈ જવાની છૂટ રહેશે.
જેલમાં રહેલા કેદીઓને પેરોલ અને વચગાળાના જામીન
ગુજરાતની વિવિધ જેલોમાં રહેલા કેદીઓને કોરોના સંક્રમણને લઇને રાજ્ય સરકારે બે મહિના જામીન આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ અને કાચા કામના કેદીઓને બે માસના વચગાળાના જામીન આપવામાં આવશે. રાજ્યના કુલ 1200 જેટલા કેદીઓને આ લાભ મળશે. જોકે, કેદીઓને મુક્ત કરતાં પહેલાં તેમનું સંપુર્ણ તબીબી પરિક્ષણ કરવામાં આવશે. તબીબી પરિક્ષણમાં કોઇ દર્દીમાં તાવ, શરદીના લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરવામાં આવશે. તબીબી પરિક્ષણ બાદ જેલતંત્ર દ્વારા જ કેદીઓને પોતાના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
આવશ્યકતા પ્રમાણે લોકડાઉનમાંથી મુક્ત કરતી સરકાર
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ છે. પોલીસ અને પ્રશાસન પુર્ણ સજ્જતાથી લોકડાઉન પાલન માટે લાગેલી છે. ત્યારે, રાજ્ય સરકાર પણ આવશ્યકતા પ્રમાણે જરૂરી લોકોને લોકડાઉનમાં છુટ આપી રહી છે. લોકો વધુ સંખ્યામાં બહાર ન નિકળે તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુની અછત ન સર્જાય તેને લઇને વિવિધ સેવાઓને લોકડાઉનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

શિક્ષણ વિભાગનો નવતર પ્રયોગઃ સોશિયલ મીડિયાથી વિદ્યાર્થીઓને પહોચાડશે મટિરિયલ્સ

Wed Apr 1 , 2020
કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ છે અને શિક્ષણકાર્ય ઠપ્પ થઇ ગયુ છે. ત્યારે, વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસની તક મળી રહે તેવા હેતુ સાથે શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. દર શનિવારે ધોરણ ૩ થી ૮ ના બાળકો માટે અઠવાડિક લર્નિંગ મટીરીયલ અંતર્ગત જરૂરી સાહિત્ય સોશિયલ મીડિયાના માધ્યમથી […]
Live Updates COVID-19 CASES